અમદાવાદ: લૂંટના ઈરાદે વેપારીની હત્યા

અમદાવાદ- શહેરનાં ગુરુકુલ વિસ્તારનાં સુભોષ ચોક પાસે સ્કુટર પર જઈ રહેલા પંકજભાઈ ભગોડિયા નામનાં વ્યક્તિ પર બુધવારે રાત્રે બે અજાણ્યા શખ્શો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં ગોળી છાતીમાં વાગતા તેમનું મૃત્યું નિપજ્યું છે. લૂંટનાં ઈરાદે આવેલા શખ્શો પંકજભાઈ પાસે રહેલી રકમને લૂંટીને ફરાર થઈ ગયા છે.

ગોળીબારનો અવાજ સાંભળીને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા અને લોહીલુહાણ પડેલા પંકજભાઇને જોઇને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ, વસ્ત્રાપુર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા

આ અંગે પોલીસે બાઈક સવાર બે યુવાનો વિરુદ્ધ લૂંટ તેમજ હત્યા અંગે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS