હાલમાં જ ગુજરાત યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે નિમાયેલા ડો. આદેશ પાલને હટાવવા માટે થયેલી રજૂઆતોનો પડઘો પડયો છે. આખરે ગુજરાત સરકારે પાટણના જિલ્લા કલેક્ટર, નશાબંધી ખાતુ વગેરે પાસેથી ડો. પાલની દારૂની પરમિટ અંગેની તેમજ તેમની સામે થયેલા મારામારીના કેસોની વિગતો માગી છે.
યુનિવર્સિટીના સિનિયર સિન્ડીકેટ સભ્ય નરહરિ અમીને જણાવ્યું છે કે, અમે રાજ્યપાલને લેખિતમાં કરેલી રજૂઆતમાં તમામ મુદ્દાઓ લખેલા જ છે. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીમાં આવી વ્યક્તિની નિમણૂક નહી થવી જોઈએ.
ફરિયાદોને પગલે રાજ્યપાલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સરકાર ડો. પાલ સંબંધિત માહિતીઓ એકત્રિત કરવાનું શરુ કર્યું છે.



















