મુંબઈ – એક આંતરરાષ્ટ્રીય અભ્યાસને આધારે માલૂમ પડ્યું છે કે બાળકોનાં મગજનું સીટી સ્કેન કરવાથી તેમને કેન્સર થવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.
સંશોધકોના જણાવ્યાનુસાર, અલગ અલગ પ્રકારનું સ્કેનિંગ કરાવાથી મસ્તિષ્ક સંબંધી બીમારીઓ લાગુ પડી શકે છે જેમ કે, લ્યૂકેમિયા અને બ્રેઈન ટ્યૂમર. દસ વર્ષની ઉંમર સુધીમાં આ બીમારીઓનો ખતરો સૌથી વધારે હોય છે.
સીટી સ્કેનથી બાળકના મગજ પર ઘણી તીવ્ર અસર થાય છે, એવું ન્યૂકેસલ યુનિવર્સિટીના મુખ્ય સંશોધક ડો. માર્ક પીયર્સનું કહેવું છે.
ડેલહાઉસી યુનિવર્સિટીના પ્રોફેસર (મેડિસીન એન્ડ પીડીયાટ્રીક્સ) ડો. લૂઈસ પાર્કરનું પણ કહેવું છે કે જે બાળકોના માથાનું બે કે ત્રણ વાર સીટી સ્કેન કરવામાં આવે તેમને જીવનના પાછળના ભાગમાં બ્રેઈન કેન્સર થવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે. જ્યારે જે બાળકોનું પાંચથી દસ વખત સીટી સ્કેનિંગ કરવામાં આવે તેમને લ્યૂકેમિયાનું જોખમ ત્રણ ગણું વધી જાય.
રેડિયોલોજિસ્ટ્સ ઘણા વખતથી આવી શંકા કરતા આવ્યા છે.



















