અમેરિકામાં એચઆઈવી હોમ ટેસ્ટિંગ કિટને મંજૂરી

જેને લીધે એક્વાયર્ડ ઈમ્યૂન ડેફિસીયન્સી સિન્ડ્રોમ (એઈડ્સ) થાય છે તે એચઆઈવી વાયરસની ચકાસણી કરવા માટેની સૌપ્રથમ ઓવર-ધ-કાઉન્ટર હોમ ટેસ્ટિંગ કિટના સત્તાવાર વેચાણને અમેરિકાની સરકારે મંજૂરી આપી છે.

ઓરાક્વિક ઈન-હોમ એચઆઈવી ટેસ્ટ કિટ આગામી ઓક્ટોબરથી અમેરિકામાં ૩૦,૦૦૦ રીટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. આ કિટના ઉપયોગથી લોકો માત્ર ૨૦-૪૦ મિનિટમાં જ ટેસ્ટનું પરિણામ જાણી શકશે.

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને કિટનું ઉત્પાદન કરતી કંપની ઓરાશ્યોર ટેક્નોલોજીઝે અમેરિકાની સરકારના નિર્ણયને આવકાર્યો છે, કારણ કે એચઆઈવી વાયરસના ચેપનું નિદાન કરવામાં આ એક મોટું આગેકદમ છે.

ટેસ્ટની પ્રક્રિયામાં વ્યક્તિના મોઢાની અંદર ઉપર તથા નીચેના પેઢામાંથી ઓરલ ફ્લુઈડ (પ્રવાહી) સેમ્પલ લેવામાં આવે છે અને પછી તે સેમ્પલને કિટ્સના ડેવેલપર વાયલમાં મૂકી પરિણામની રાહ જોવામાં આવે છે.

એફડીએનું કહેવું છે કે આ ટેસ્ટનું પરિણામ જો પોઝિટીવ આવે તો વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગુ પડ્યો છે એવું ચોક્કસપણે માની લેવું નહીં, પણ તેનું સમર્થન મેળવવા અધિક ટેસ્ટ કરાવવી પડે. તેવી જ રીતે, કોઈ વ્યક્તિના નેગેટિવ રિઝલ્ટનો અર્થ પણ તેને એચઆઈવી નથી એવો કરવો નહીં, ખાસ કરીને જો એક્સ્પોઝર આગલા ત્રણ મહિનાની અંદર થયો હોય.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Health