સાઉથઇસ્ટ એશિયાના દેશોમાં વપરાતી મેલેરિયાની દવાઓમાંની ત્રીજા ભાગની દવાઓ નકલી હોવાનું વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે. આ જ રીતે આફ્રિકામાં વપરાતી પણ આટલી જ દવાઓ ધોરણ કરતાં નીચી ગુણવત્તાની હોવા સામે ડોક્ટરોએ ચેતવણી આપી છે.
આ વિશ સંશોધન થયા બાદ એવું જાણવા મળ્યું છે કે સાઉથઇસ્ટ એશિયાના સાત દેશોમાં જે 1,437 સેમ્પલોના સર્વે કરવામાં આવ્યા હતા એમાંની 36 ટકા બનાવટી હતી.
સેમ્પલોમાંની 30 ટકા દવાઓ એની અંદરના ફાર્માસ્યુટિકલ પદાર્થો પૂરવાર કરવામાં નિષ્ફળ ગઇ હતી.
નિષ્ણાતો કહે છે કે હલકી ગુણવત્તાવાળી મેલેરિયા વિરોધી દવાઓને લીધે મેલેરિયા નાબુદી માટે છેલ્લા એક દાયકામાં જે પૈસા વપરાયા અને જે પ્રગતિ સાધી શકાઇ હતી એમાં પીછેહઠ થશે.
એશિયાના દેશોમાં ત્રીજા ભાગની મેલેરિયાવિરોધી દવાઓ બનાવટી
Filed in: Health, MUMBAI news



















