વજન ઓછું કરાવવાની સર્જરી એટલે કે ગેસ્ટ્રીક બાયપાસથી માણસના શરીરની ચરબી ઘટે છે એટલું જ નહીં, એનાથી એની આલ્કોહોલ માટેની તલપ પણ ઘટે છે એવું એક રિસર્ચમાં બહાર આવ્યું છે. પેટ ઘટાડવા માટે ઘણા લોકો આવું ઓપરેશન કરાવતા હોય છે.
ઓહિયોની યુનિવર્સિટિ ઓફ સિનસિનાટીના જોન ડેવિસ તથા એમના સાથીઓએ કરેલા એક નવા અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે આ પ્રકારની સર્જરી કરાવનાર લોકોને સર્જરી પછી આલ્કોહોલની તલપ સર્જરી પહેલા કરતા ઓછી લાગી હતી. આ અભ્યાસ માટે આવી સર્જરી કરાવનાર 80,000 માણસોના ડેટા એકત્રીત કરવામાં આવ્યા હતા.
વજન ઓછું કરાવવાની સર્જરી પછી આલ્કોહોલી તલપ પણ ઘટે છે
Filed in: Health



















