બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થી અનુજની હત્યાના આરોપીએ ગુનો કબૂલી લીધો

લંડન- ગયા વર્ષની 26મી ડિસેમ્બરે બ્રિટનના સેલ્ફોર્ડમાં 23 વર્ષના ભારતીય વિદ્યાર્થી અનુજ બિડવેની હત્યાના મુખ્ય આરોપીએ આજે મેન્ચેસ્ટરની એક કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે.
કિએરન સ્ટેપલટોને કબૂલ્યું હતું કે પોતે અનુજને ગોળી મારી હતી. અનુજ પોતાના મિત્રો સાથે સેલફોર્ડમાં ચાલી રહ્યો હતો ત્યારે ક્લોઝ રેન્જથી એના માથા પર ગોળી મારવામાં આવી હતી. એક જ ગોળીના ઘાથી એનું મૃત્યુ થયું હતું.
આ હત્યાના સમાચાર બ્રિટન અને ભારતના અખબારોમાં ચમક્યા હતા અને અનેક લોકોએ અનુજની અંતિમ ક્રીયામાં હાજરી આપી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: INTERNATIONAL NEWS