‘બેટમેન’ શૉના દર્શકો પરનો ગોળીબાર અધમ કૃત્યઃ ઓબામા

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ કોલોરાડો રાજ્યમાં ઓરોરા શહેરમાં ગયા શુક્રવારે જ્યાં ગોળીબાર કરાયો હતો તે થિયેટરની સોમવારે મુલાકાતે લીધી અને પીડિત પરિવારોને પણ મળ્યા.

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ગોળીબારને અધમ કૃત્ય તરીકે લેખાવ્યું અને કહ્યું કે આ હું પ્રમુખ તરીકે નહીં, પણ એક પિતા તરીકે કહું છું.

ગયા શુક્રવારે સેન્ચૂરી 16 થિયેટરમાં એક યુવકે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૨ જણ માર્યા ગયા હતા. એ વખતે ત્યાં બેટમેન સિરીઝની નવી ફિલ્મ ધ ડાર્ક નાઈટ રાઈઝીસનો પ્રીમિયર શૉ ચાલુ હતો.

વ્હાઈટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ઓબામા ઘાયલોને મળવાની સાથોસાથ શોકગ્રસ્ત પરિવારજનોને તથા ઓરોરાના સત્તાવાળાઓને પણ મળશે.

૨૪ વર્ષના હુમલાખોરે મિલિટરી-સ્ટાઈલની એઆર-15 એસોલ્ટ રાઈફલ, શોટગન અને બે હેન્ડગનમાંથી બેફામપણે ગોળીબાર કર્યો હતો જેમાં ૫૯ જણ ઘાયલ થયા છે.

આ ઘટનાની ખબર પડ્યા બાદ ઓબામાએ ફ્લોરિડામાં તેમના ચૂંટણીપ્રચાર સ્થગિત કરી દીધો હતો અને તરત જ વોશિંગ્ટન પાછા ફર્યા હતા.

તેમણે આ હુમલાને જઘન્ય અપરાધ, મૂર્ખતાપૂર્ણ કૃત્ય ગણાવ્યો છે. તેમણે ઘટનામાં માર્યા ગયેલાઓના સમ્માનમાં અમેરિકાનો ધ્વજ છ દિવસ સુધી અડધી કાઠીએ ફરકાવવાનો પણ આદેશ આપ્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: INTERNATIONAL NEWS