બગદાદ – ઈરાકમાં જુદા જુદા સ્થળોએ સોમવારે કરવામાં આવેલા કાર બોમ્બ હુમલા તેમજ ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૦૭ જણ માર્યા ગયા છે.
આ હુમલાઓમાં મોટે ભાગે શિયા મુસ્લિમોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
બગદાદના શિયા મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારો, ઉત્તરમાં આવેલા તાજી, કિરકુક, સાદિયાહ અને ટિબિસ શહેરોમાં બોમ્બ હુમલા અને ગોળીબારના બનાવોમાં ૨૬૦થી વધારે લોકો ઘાયલ પણ થયા છે.
કિરકુક અને તૌજ ખુરમાતૂ અને ટિબિસ શહેરોમાં લશ્કર તથા પોલીસની ટૂકડીઓને કાર બોમ્બ વડા ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.



















