બ્રહ્મા ચેલાનીને બર્નાર્ડ સ્વાર્જ પુસ્તક પુરસ્કાર

વોશિંગ્ટન- ભારતનાં અગ્રણી વિચારક અને ચિંતક બ્રહ્મા ચેલાનીને હાલમાં જ પોતાનાં પ્રસિદ્ધ કરાયેલાં પુસ્તક ‘વોટર: એશિયાઝ ન્યૂ બેટલગ્રાઉન્ડ’ માટે વર્ષ ૨૦૧૨નાં એશિયા સોસાયટીનાં બર્નાર્ડ સ્વાર્જ બુક પુરસ્કાર માટે પસંદ કરાયા છે.

નવા વર્ષે એટલે કે ૨૩ જાન્યુઆરીએ ન્યૂયોર્ક સ્થિત એશિયા સોસાયટીની મુખ્ય ઓફિસમાં ચેલાનીને આ પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયાં છે. ચેલાનીને ઈનામ રૂપે ૨૦ હજાર ડોલર (અંદાજે ૧૦ લાખ રૂપિયા)ની રકમ ભેંટ રૂપે આપવામાં આવશે. એશિયા સોસાયટીનું બર્નાર્ડ સ્વાર્જને પુરસ્કાર એ એકલું એવું સન્માન છે જે એશિયા અને અમેરિકાનાં સંબંધોને સમજવામાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન દેનારી નોન ફિક્શન પુસ્તકો માટે આપવામાં આવે છે.

જ્યૂરીમાં સિંગાપુરનાં રાજદૂત ટોમી ટીબી કોહ તેમજ કોલંબિયા યૂનિવર્સિટીમાં ઈતિહાસનાં પ્રોફેસર જ્યોર્જ સૈનસમ સહિત ભારત, ઈંડોનેશિયા, જાપાન, સિંગાપુર, થાઈલેંડ અને અરબ અમીરાતનાં શૈક્ષણિક, પત્રકારત્વ અને નીતિ નિર્માણ ક્ષેત્રની ગણમાન્ય હસ્તિયો શામેલ હતી. એશિયા સોસાયટીઝ ગ્લોબલ પોલિસી પ્રોગ્રામનાં ઉપાધ્યક્ષ સુઝાન ડી મૈગિયોએ કહ્યું કે, ‘વોટર: એશિયાઝ ન્યૂ બેટલગ્રાઉન્ડ’ માં એશિયાનાં કેટલાય સ્તરોનાં જળને મહત્વ આપવામાં આવ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: INTERNATIONAL NEWS