ખ્રિસ્તી સમાજ નાતાલના તહેવારની ભક્તિભાવ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. વિવિધ ચર્ચોમાં મધરાતથી જ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણીની શરુઆત થઈ ગઈ હતી.તા.૨૪ની સોમવારની મધ્યરાત્રીએ ભગવાન ઈશુના જન્મના વધામણા તથા પ્રાર્થના સાથે જ દેશભરમાં નાતાલની ઉજવણીનો ઉમંગભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.
હવે ૩૧ મી ડિસેમ્બર સુધી અનેકવિધ કાર્યક્રમો તથા દેવળોમાં પ્રાર્થનાઓના આયોન કરવામાં આવ્યા હોવાથી દેશભરમાં ધાર્મિક ઉત્સવનો માહોલ ઉભો થશે. દરેક ચર્ચોમાં સુંદર સુશોભન તથા રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે, ખ્રિસ્તી સમાજ મેરી ક્રિસમસના સંદેશની એક બીજાની સાથે આપણે સાથે લોકોમાં અનેરો આનંદ અને થનગનાટ વ્યાપી ગયો છે. નાતાલના એક સપ્તાહ ચાલનારા અનેરા પર્વમાં ખ્રિસ્તી ભાઈ બહેનો ચર્ચમાં યોજાનાર સમૂહ પ્રાર્થનાઓમાં સામેલ થશે અને સામૂહિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાશે.
દેશની સાથોસાથ વિદેશોમાં પણ નાતાલની રંગે ચંગે ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ચૂકયો છે. ખાસ કરીને ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મસ્થાન બેથ્લેહામતથા ખ્રિસ્તીઓના મૂળ રોમ ખાતે પણ નાતાલની ઉજવણીની શરૂઆત સાથે સામૂહિક પ્રાર્થનાઓ યોજવામાં આવી હતી, તેમજ સપ્તાહ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.



















