નોસારા: કોસ્ટારિકા અને મધ્ય અમેરિકાનાં કેટલાક વિસ્તારો આજે ભુકંપથી ધ્રૂજી ઉઠ્યા છે. આ વિસ્તારોમાં 7.6ની તિવ્રતાનો ભુકંપનો ઝટકો અનુભવાયો છે.
ભુકંપને કારણે કેટલાક મકાનો જમીનદોસ્ત થઈ ગયા જ્યારે હાઈવેને ભારે માત્રામાં નુકશાન થયુ છે.
અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે અત્યારસુધીમાં 1 વ્યક્તિનું મોત થયુ છે. અને તે પણ હાર્ટ એટેકનાં કારણે. અમેરિકાનાં ભૂગર્ભ સર્વેક્ષણ મુજબ સ્થાનિક સમયાનુસાર સવારે આઠ વાગીને 42 મિનિટે આ ભુકંપ આવ્યો હતો



















