વરઝકાન (ઈરાન) – ઈરાનના ઈશાન ભાગમાં શનિવારે આવેલા ભયાનક ભૂકંપમાં માર્યા ગયેલાઓનો આંક વધીને ૨૫૦ થયો છે ત્યારે કાટમાળ હેઠળ સપડાયેલા લોકોને ઉગારી લેવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપમાં ઈજા પામેલાઓનો આંકડો દોઢ હજાર જેટલો હોવાનું કહેવાય છે.
હજી બે દિવસ સુધી ભૂકંપના આંચકા ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૪.૫૩ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૩ની આંકવામાં આવી હતી.
ઈશાન ઈરાનના તબરીઝ શહેરમાં સૌથી વધારે બરબાદી થઈ છે. ત્યાં ઘણા લોકો પોતાનાં સ્વજનો, સગાંઓ, મિત્રો કાટમાળ હેઠળ ફસાયેલા, પણ જીવંત હોવાની આશા રાખીને બચાવ કામગીરીમાં જોડાયા હતા.



















