બગદાદ – રવિવારે ઈરાકમાં અનેક ભાગોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો અને ગોળીબારના હુમલાઓએ બાવન જણનો ભોગ લીધો છે અને બીજાં ૨૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે.
ઈરાકને અસ્થિર બનાવી મૂકવાનો અને હાલની ઈરાકી સરકારમાં લોકોના વિશ્વાસને હચમચાવી મૂકવાનો બળવાખોરો જૂથોનો આ પ્રયત્ન હોવાનું મનાય છે.
રવિવારે સૌથી ભયાનક હુમલો અમરા શહેર નજીક કરાયો હતો. તેમાં એક મસ્જિદ નજીકની બજારમાં બે કાર બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં ૧૮ જણ માર્યા ગયા છે અને ૭૦થી વધુ ઘાયલ થયા છે.



















