બોમ્બના ગભરાટથી જાપાન એરલાઈન્સનું વિમાન પાછું વળ્યું

ટોકિયો – ૨૫૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે અમેરિકા જતા જાપાન એરલાઈન્સના એક વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી મળ્યા બાદ તેને ટોકિયો પાછું વાળવું પડ્યું હતું.

બોઈંગ 777 વિમાન બુધવારે ન્યૂ યોર્ક જવા માટે રવાના થયું તેના બે કલાક બાદ વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ચેતવણી આપતો એક ઈમેલ મળતા તેને તત્કાળ નરીતા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાછું લાવવાનો કમાન્ડરને આદેશ આપવામાં આવ્યો હતો.

૧૯૯૫માં ૧૩ જણનો ભોગ લેનાર તથા હજારો લોકોને ઈજાગ્રસ્ત કરનાર ટોકિયો સબવે ગેસ હુમલાના સૂત્રધાર શોકો અસાહારાને છોડી મૂકવાની માગણીના ટેકામાં વિમાનમાં બોમ્બ મૂકાયાની ઈમેલમાં ચેતવણી આપવામાં આવી હતી.

વિમાનને પાછું વાળવાનો આદેશ અપાયો ત્યારે એ ઉત્તર પેસિફિક સમુદ્રસ્થિત એલુશિયાન ટાપુની હારમાળા ઉપરના આકાશમાં ઉડી રહ્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: INTERNATIONAL NEWS