લોસ એન્જેલીસમાં ભીષણ આગ, બે મોટા ફ્રી-વે બંધ કરી દેવા પડ્યા

downtown Los Angelesલોસ એન્જેલીસ – શહેરના મધ્ય ભાગમાં બાંધકામ હેઠળના એક મકાનમાં આજે ભીષણ આગ લાગતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેટ અને પોલીસે આસપાસના બે મોટા ફ્રી-વે તાત્પૂરતા બંધ કરી દીધા હતા.

આગને બુઝાવવા માટે ૨૫૦ ફાયર ફાઈટર્સને ઘટનાસ્થળે મોકલવા પડ્યા હતા. તેમણે ખૂબ જહેમત બાદ આગને કાબૂમાં લાવી દીધી હતી.

તે મકાનમાં ઉપરના ભાગમાં રહેણાક ફ્લેટ્સ છે જ્યારે નીચેના સ્તરે કમર્શિયલ સ્પેસ છે.

આગ ચાર-લેવલવાળા ફ્રીવે ઈન્ટરચેન્જ જંક્શન નજીક બાંધકામ હેઠળના કોમ્પલેક્સમાં લાગી હતી.

Filed in: INTERNATIONAL NEWS


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”