ભ્રષ્ટાચારનો કેસઃ પાક વડા પ્રધાને રીવ્યૂ પીટિશન પાછી ખેંચી

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન રાજા પરવેઝ અશરફે રેન્ટલ પાવર પ્રોજેક્ટ કેસ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે નોંધાવેલી પોતાની રીવ્યૂ પીટિશનને પાછી ખેંચી લીધી છે.

અશરફના ધારાશાસ્ત્રી વાસીમ સજ્જાદે તેમના અસીલનાં નિર્ણયની જાણ સુપ્રીમ કોર્ટને કરી છે.

અગાઉ ૧૫ જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ કેસમાં અશરફ સહિત તમામ પ્રતિવાદીઓની ધરપકડ કરવી.

૨૦૧૨ના આરંભમાં, સુપ્રીમ કોર્ટે રેન્ટલ પાવર પ્રોજેક્ટ્સ માટે પાયાની ચૂકવણીની રકમને ૭ ટકાથી વધારી ૧૪ ટકા કરવામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આરોપ બાદ એવા તમામ સરકારી અમલદારોની સામે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો જે તમામ આ કૌભાંડમાં સંકળાયેલા હોય. આમાં પાણી અને વિદ્યુત ખાતાના એ તમામ પ્રધાનો સામે પણ તપાસ કરવી જેમની મુદત દરમિયાન નિર્ણયો મંજૂર કરવામાં આવ્યા હોય.

અશરફ ૨૦૦૮માં જળ અને વિદ્યુત ખાતાના પ્રધાન હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: INTERNATIONAL NEWS