‘ટાઈમ’ના કવર પેજે જગાવ્યો વિવાદ

ન્યૂ યોર્ક – જાણીતા ‘ટાઈમ’ મેગેઝિનના કવર પર પ્રકાશિત તસવીરે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરમાં એક મહિલાને તેના બાળકને સ્તનપાન કરાવતી બતાવવામાં આવી છે.

બાળકને સ્તનપાન કરાવતી અસંખ્ય તસવીરો દુનિયાભરમાં પ્રકાશિત થતી હોય છે, પણ આ તસવીર વિવાદાસ્પદ બની ગઈ છે.

‘ટાઈમ’ના કવર પર મહિલાને જે રીતે બાળકને સ્તનપાન કરાવતી બતાવવામાં આવી છે તે રીતે વિવાદ જગાડ્યો છે. ચારેતરફ આ તસવીરની ટીકા કરવામાં આવી છે.

તસવીરમાં એક ૨૬ વર્ષીય મહિલાને ઊભેલી બતાવવામાં આવી છે અને તેનો ચાર વર્ષનો પુત્ર ખૂરશી પર ઊભો રહીને સ્તનપાન કરે છે. સ્તનપાનની આ ઉત્તેજક તસવીર બતાવતા કવર પર મથાળું છે, ‘શું તમે પર્યાપ્ત માતા છો?’

મેગેઝિનમાં ‘અટેચમેન્ટ પેરેન્ટિંગ’ વિષય પર ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દો બાળકોના ઉછેરના એવા પ્રકારો પર ભાર મૂકે છે જેનાથી બાળકોને એમનાં માતા-પિતા પ્રતિ લાગણી વધે.

આ વિવાદાસ્પદ તસવીર જોઈને એવી ચર્ચા પણ થઈ રહી છે કે બાળકોને કેટલી ઉંમર સુધી સ્તનપાન કરાવવું ઠીક કહેવાય.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: INTERNATIONAL NEWS