લંડનની એક હોટલ પોતાના કસ્ટમરોને ઉનાળામાં બાથ મેનુ ઓફર કરે છે. ઉનાળામાં વિશ્વભરમાંથી પર્યટકો લંડન આવી પહોંચે છે ત્યારે ત્યાંની ગોરિંગ હોટલ અને મોલ્ટન બ્રાઉન હોટલ પોતાના ગેસ્ટ્સને બાથના ખાસ મેનુ ઓફર કરે છે.
બાથના પેકેજોમાં ચાઇના ફ્રેગ્નન્સ, ઓસ્ટ્રેલિયા ફ્રેગ્નન્સ અને મડાગાસ્કર ફ્રેગ્નન્સનો સમાવેશ થાય છે અને એ દરેકમાં અનોખા પરફ્યુમ તથા સેન્ટનું સંયોજન હોય છે.
દરેક બાથની સરેરાશ પ્રાઇસ લગભગ 20 પાઉન્ડ હોય છે અને એની સાથે કોકટેલ મફતમાં સર્વ કરવામાં આવે છે. આ પેકેજમાં સુગંધી મીણબત્તીઓને પણ સમાવેશ થાય છે.
લંડનની હોટલો હવે બાથ મેનુ પણ ઓફર કરે છે
Filed in: Life Style
Tags: bath menu



















