ચોલી કટ કુરતીની ડિમાન્ડ વધી

મુંબઈ- ચોલી કટ સલવાર કુરતા આજકાલ ઇન ટ્રેન્ડ છે. ફિલ્મ અને સિરિયલમાં પણ ચોલી કટ કુરતી વધુ જોવા મળે છે. કમ્ફર્ટની સાથે ગૂડ લુક આપતી ચોલી કટ કુરતી બજારમાં હવે નવા ડિઝાઈન અને રંગો સાથે આવી ગઈ છે.

ચોલી કટ કુરતી સિમ્પલ અને હેવી બન્ને ડિઝાઇનમાં મળે છે. આ પ્રકારના કુરતામાં પેચ, લેસ, સ્ટાર, ટીક્કી, પર્લનું હેવી વર્ક જોવા મળે છે. જો તેની કિંમતની વાત કરીએ તો તે ૫૦૦ રૂપિયાથી શરૂ થાય છે અને તેના વર્ક અને ફેબ્રિક પ્રમાણે કિંમતમાં વધારો થતો જાય છે

બજારમાં ફુલ ઘેરવાળી કલીવાળી ઘૂંટીથી ચાર ઇંચ ઊંચી રહેતી લેન્થવાળી કુરતી ઇન ટ્રેન્ડ છે. અનારકલી પછી આ પ્રકારની કુરતીની બજારમાં બહુ ભરમાર છે.

 

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Life Style