પાર્ટી દરમિયાન તમારી નજર કોઈ સુંદર ચહેરા પર ટકેલી છે તો તેનાં ડ્રેસનાં કલરને લઈને તમે ઘણી હદ સુધી એ વ્યક્તિનાં વ્યક્તિત્વનો અંદાજો લગાવી શકો છો. કેટલાય અભ્યાસોમાં એ વાત સાબિત થઈ ચુકી છે કે આપણા ગમતા રંગો અને તેની પસંદગી સ્વભાવ વિષે ઘણું કહી જતી હોય છે..
ગુલાબી રંગની વાત કરીએ તો આ રંગ સામાન્ય રીતે એવા લોકોની પહેલી પસંદ હોય છે જે પ્રેમ અને રોમાંસમાં ઘણો વિશ્વાસ રાખે છે. મહિલાઓ આ રંગને ઘણો પસંદ કરે છે.
જાંબુડી રંગનાં કપડા પહેરનારા પાર્ટીમાં જો કોઈ નજર આવી જાય તો સમજવું કે તેઓ ખુબ જ મિસ્ટીરિયસ હશે. ખાસ કરીને જે મહિલાઓ આ રંગને પસંદ કરે છે તે શોરગુલની જગ્યાએ ગણ્યાંગાંઠ્યા સબંધીઓ સાથે રહેવાનું પસંદ કરશે. આવી વ્યક્તિઓ પોતાને ઘણી સ્પેશ્યલ માને છે.
સફેદ રંગ સાદગીનું પ્રતિક છે. આ રંગને પસંદ કરતી સ્ત્રીઓ ખુબ જ સકારાત્મક ભાવ રાખે છે. તેમનામાં સાદગી તો હોય જ છે સાથે સારી લાઈફસ્ટાઈલને પણ તે પસંદ કરે છે. આવી મહિલાઓ જીવનમાં પરફેક્શનને ખુબ જ મહત્વ આપે છે.
કાળા ડ્રેસમાં દેખાતી મહિલાઓ ગ્લેમરસ લાગે છે, આને પસંદ કરનારી સ્ત્રીઓ પ્રભાવશાળી હોય છે.
લાલ રંગને પાર્ટીમાં વધુ પહેરવામાં આવે છે. આવા રંગની મહિલાઓનું વ્યક્તિત્વ બોલ્ડ, પ્રભાવશાળી અને સકારાત્મક હોય છે. આવી યુવતીઓ કે સ્ત્રીઓને બહાર ફરવુ ખુબ જ ગમે છે.



















