મુંબઈ- હાલમાં શિયાળીની ઋતુ શરૂ થઈ ગઈ છે. આમ તો દરેક ઋતુ કસરત કરવા માટે યોગ્ય જ હોય છે. ચોમાસામાં ઘરે રહીને વ્યાયામ કરી શકાય છે. પરંતુ આ ત્રણેય ઋતુમાં બેસ્ટ ઋતુ શિયાળો છે. શિયાળામાં ઠંડીમાં કસરત કરવાનો આનંદ તે જ લઈ શકે છે જેને આનો અનુભવ છે.
સવારે ચાલવા કે દોડવાની એકસરસાઈઝ ઉપરાંત તમે ઘરે રહીને પણ અલગ અલગ કસરત કરી શકો છો. આજકાલ અવનવા મશીન્સ પણ બજારમાં ઉપલબ્ધ છે. આપ આવા મશીન્શને ઘરે લાવીને પણ કસરત કરી તમારી બોડીને મેઈન્ટેઈન કરી શકો છો.
જો આપને કસરત કરવાનો કંટાળો આવતો હતો. એકવાર ફરીથી વિચાર જરૂર કરજો. કારણ કે આપ વ્યાયામ ન કરીને આપનાં આયુષ્યને ઘટાડી રહ્યાં છો.



















