ક્લાસિકલ સંગીત શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે

લંડન – તમે કસરત કરતા હો ત્યારે બેકગ્રાઉન્ડમાં ક્લાસિકલ મ્યુઝિક વગાડવાથી તમારા શરીરને હળવું રાખવામાં મદદરૂપ થાય છે જેને લીધે તમારા હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ઘટે છે.

બ્રિટનના જાણીતા ન્યૂરોસાયન્ટિસ્ટ જેક લૂઈસે આ દાવો કર્યો છે. અનેક પ્રકારનું સંશોધન કર્યા બાદ તેમણે જે લોકો ફિટ રહેવા માગતા હોય તેવા લોકોને સંગીતની થીમ આધારિત અનેક સલાહ આપી છે.

તેમનું કહેવું છે કે સંગીત લોકોને વધારે કઠિન કસરતો કરવા તેમજ વધારે લાંબો સમય સુધી કરવા માટે પ્રેરિત કરે છે. આમાં, ક્લાસિકલ સંગીત વધારે ફાયદો કરે છે.

લૂઈસ કહે છે કે, કોઈ પણ પ્રકારનું સંગીત વગાડ્યા વગર કસરત કરનારાઓની સરખામણીમાં બેકગ્રાઉન્ડમાં શાસ્ત્રીય સંગીતના સૂર વચ્ચે કસરત કરનારાઓનું શરીર વધારે હળવાશ અનુભવતું હોવાનું માલૂમ પડ્યું છે.

જિમ્નેશિયમમાં ફાસ્ટ નહીં, પણ ઊર્જાપ્રદ સંગીત આદર્શ કહેવાશે. એવું સંગીત શરીરમાં સ્પીડ વધારે, તાકાત વધારે એટલું જ નહીં, તેનામાં હૃદયના ધબકારા, બ્લડ પ્રેશરને ઘટાડવાનાં પણ ગુણ રહેલા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Life Style