મુંબઈ- આજકાલ ફેશન જગતમાં અવનવી વસ્તુઓ એકબીજાને ટક્કર આપતી જોવા મળી રહી છે. આવો જોઈએ ફેશનમાં કઈ કઈ ખાસ વસ્તુઓએ સ્થાન લઈ લીધુ છે.
IN
ડ્રેસથી લઈને એસેસરીઝ સુધી આ દિવસોમાં બ્લૂ કલર ઉંમર અને બિંદાસ ગ્લેમરસ સ્ટેટમેન્ટ માટે ખુબ જ પસંદ કરાઈ રહ્યો છે. આ કલરને સ્ટિલટોઝ, બેગ્સ, બેલ્ટ્સ અથવા તો નેલ પેઈન્ટ માટે ટ્રાય કરી શકો છો.
અનટાઈડી બનની વાત કરીએ તો આ સ્ટાઈલ આજકાલ હિટ છે. વાળને અનટાઈડી લુક દ્વારા ડિફરન્ટ સ્ટાઈલ આપી શકાય છે. વાળની બેક કોમ્બિંગને આનાથી થીક લુક અપાય છે જે બાદ તેનું વોલ્યુમ પહેલા કરતા વધુ લાગે છે.
OUT
હાલમાં નોર્મલ ડિઝાઈનની કેટલીક સ્કર્ટ ખાસ પસંદ નથી કરાઈ રહી. ટ્રેન્ડમાં છે પેન્સિલ સ્કર્ટ. આ સેક્સી લુક આપે છે પરંતુ આના માટે કલર્સની વ્યવસ્થિત પસંદગી કરવી જરૂરી છે.
આદત છે લૂઝ ડ્રેસ પહેરવાની તો તેને તરત જ બદલો, ટી-શર્ટ, સ્કર્ટ, શર્ટ તેમજ ટ્યૂનિક જે પણ પહેરો તેમાં ફિટિંગ પર ફોકસ કરો. લોઅર્સમાં પેન્સિલ ફિટેડ જીન્સ તેમજ કેપ્રી સારૂ ઓપ્શન રહેશે.



















