હેલસિન્કી – ફિનલેન્ડની અગ્રગણ્ય ટેક્સટાઈલ અને ક્લોધિંગ ડિઝાઈન કંપની મેરીમેકો ભારતીય માર્કેટમાં પ્રવેશ મેળવવા આતુર છે. તે એના બોલ્ડ કલર્સ તથા ડિઝાઈનને ભારતીયો સમક્ષ પેશ કરવા માગે છે.
ફિનલેન્ડમાં મેરીમેકો નામ ઘર-ઘરમાં જાણીતું છે. ચીન અને જાપાન સહિત ૧૨ દેશોમાં તેના ૮૦ જેટલા સ્ટોર્સ છે. ચીન અને જાપાનની બજારોમાં મળેલા સરસ પ્રતિસાદથી તેને હવે ભારતની બજારમાં પોતાની પ્રોડક્ટ્સ મૂકવાની તાલાવેલી જાગી છે.
મેરીમેકો તેની બ્રાઈટ અને બોલ્ડ પ્રિન્ટ્સ માટે જાણીતી છે. તે ભારતમાં પાર્ટનર શોધે છે. તેના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર મિકા ઈયામુઈતાનું કહેવું છે કે મેં સાંભળ્યું છે કે ભારતીયોને બોલ્ડ કલર્સના વસ્ત્રો અને ટેક્સટાઈલ બહુ ગમે છે તો અમે તે માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છીએ.



















