હેન્ડબેગ લો પણ તમારા સ્ટાઈલને ધ્યાનમાં રાખીને

મુંબઈ- સ્ટાઈલને ધ્યાનમાં રાખતા જ હેન્ડબેગ બનાવનારી કંપનીઓ કેટલાય પ્રકારનાં આકર્ષક બેગ્સ બનાવતી હોય છે. ભલે પછી તે સ્કૂલે જતી વિદ્યાર્થિનીઓ હોય કે ઓફિસ જતી મહિલાઓ કે પછી ઘરકામ કરતી ગૃહિણીઓ હોય, પોતાની હેન્ડબેગ લેવાનું તે ક્યારેય નહીં ભુલે.

એ ધ્યાનમાં રાખો કે તમારી હેન્ડબેગનો રંગ પણ તમારા ડ્રેસ સાથે મેળ ખાય. આજકાલ બજારમાં કપાડાની, રેક્સિન, જૂટ, લેધર, પ્લાસ્ટિક અને સુતળીથી બનેલી બેગ્સ જોવા મળી રહી છે.

પરંતુ મનગમતી હેન્ડબેગ્સનો ઉપયોગ કરતા પહેલા કેટલીક વિશેષ બાબતો પર ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જેમ કે આપની પર્સનાલિટી અને લુક. તમે જોયું હશે કે મહિલાઓ પોતાની બેગ્સનો ઉપયોગ ફક્ત સામાન રાખવાનાં ઉદ્દેશથી જ ઉપયોગ કરતી હોય છે અને ઘણીવાર આ સામાન એટલી વધુ માત્રામાં ભર્યો હોય છે કે પર્સ કે બેગ ફાટવાની તૈયારીમાં આવી જાય છે અથવા તો ફાટી જાય છે. માટે જેટલી પર્સની માત્રા હોય તેટલા જ પ્રમાણમાં સામાન રાખો. મેચિંગ કપડાની સાથે મચિંગ બેગ શોભી ઉઠશે.

સ્થાન પ્રમાણે બેગ્સ બદલો. નાના કદની મહિલાઓએ મીડિયમ પર્સ અને હેન્ડબેગની પસંદગી કરવી જોઈએ. હેન્ડબેગ કે પર્સને સુરક્ષીત જગ્યાએ રાખો, સામાન નિકાળ્યા બાગ તેને કાગળથી ભરી દો જેથી તેનો શેપ અને આકાર ખરાબ ન થાય. આ કેટલીક ટેકનિક છે જેના દ્વારા તમે તમારી ખાસ છાપ લોકો પર છોડી શકો છો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Life Style