યુવા પેઢીને હળવાશભરી, હાઇટેક ઓફિસો પસંદ છે

યુવા પેઢીના કર્મચારીઓનો પ્રભાવ વધી રહ્યો હોવાને લીધે ભવિષ્યમાં કામ કરવાની જગ્યા અથવા ઓફિસો વધુ અનૌપચારિક, હાઇ ટેક, પર્યાણવરણલક્ષી અને રમતિયાળ હશે એવુ એક સંશોધનમાં બહાર આવ્યું છે.

સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે નોકરરી માટેનું સૌથી મોટું પ્રલોભન પગાર જ રહેશે, પરંતુ યુવા પેઢી ઓફિસના વાતારવણને પણ મહત્ત્વ આપશે.

યુવા પેઢીના કર્મચારીઓ એવા લોકો માટે કામ કરવાનું પસંદ કરશે, જેઓ સામાજિક પ્રશ્નો બાબતે સભાન હોય અને જ્યાં જડ અમલદારશાહી ન હોય.

આ સંશોધનમાં એવું પણ બહાર આવ્યું છે કે યુવા પેઢીના લોકોને મેનેજમેન્ટ સતત ફીડબેક આપે એ પસંદ છે, પરંતુ વધુ પડતી સત્તાશાહી એમને પસંદ નથી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Life Style