ઠંડીમાં સ્કાર્ફ, શ્રગ પહેરો પણ સ્ટાઈલથી

મુંબઈ- શિયાળાની આહલાદક ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે આજકાલ બજારમાં અનેક જાતનાં સ્કાર્ફ અને શ્રગ યુવતીઓનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભાગ્યે જ કોઈ એવી મહિલા કે યુવતી હશે જે આનો ઉપયોગ નહીં કરતી હોય. ચાલો જોઈએ ઠંડીમાં સ્કાર્ફ અને શ્રગનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

સ્કાર્ફ ઘણી જાતનાં ફેબ્રિકમાં મળે છે પરંતુ શિયાળાની ઋતુમાં સિલ્ક અને વુલન સ્કાર્ફનો ઉપયોગ વધ્યો છે. જો તમે કોઈ પાર્ટીમાં જઈ રહ્યા છો તો કાશ્મીરી સ્કાર્ફ પહેરો.

છેલ્લા થોડા સમયથી ભારતમાં પણ શ્રગ પહેરવાની પ્રથા શરૂ થઈ છે. પણ શ્રગ પહેરવાની ચોક્કસ પધ્ધતિ હોય છે. બીજ, ક્રીમ, બ્લેક, બ્લુ કે ગ્રે કલરની શ્રગ સુંદર દેખાય છે.

ફોર્મલ ઓફિસવેર સાથે પ્લેન વુલન શ્રગ અને સાંજે સિકવન્સવાળું લાંબુ શ્રગ પહેરો. અનારકલી ડ્રેસ કે લાંબા કુરતા પર ભારે એમ્બ્રોઈડરી કરેલું અથવા કટ વર્કવાળું લાંબુ શ્રગ તમારા વ્યક્તિત્વને ખૂબ આકર્ષક બનાવે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Life Style