હવે દાંત ઉપર પણ ટેટૂ!

મુંબઈ- શરીરનાં વિવિધ અંગો પર તો આજકાલની યુવાન પેઢી જાત-જાતના ટેટૂ ચિતરાવતી જ રહે છે પરંતુ હવે દાંત ઉપર પણ ટેટૂ ચિતરાવવાની ફેશન આજકાલ લેટેસ્ટ બની છે. ભારત માટે આ નવાઈની વાત છે પણ વિદેશોમાં તો આ સામાન્ય કહેવાય છે.

યુવક-યુવતીઓ આજકાલ સમાજ અને પોતાનાં મિત્રોની વચ્ચે અલગ દેખાવા માટે નીત-નવા નુસ્ખા અજમાવે છે. દાંત પર ટેટૂ ચિતરાવવું આમ તો સામાન્ય છે. ૮થી ૧૦ વર્ષથી વિદેશોમાં આની શરૂઆત થઈ ગઈ છે. ગાયકો પોતાનાં સંગીત વિડીયોમાં આનો ઉપયોગ કરતા હતા, ત્યાર બાદ યુવાનોએ એની નકલ કરવાનું શરૂ કરી દીધું.

દાંતના ડોક્ટરોના જણાવ્યાપ્રમાણે, દાંત પર ટેટૂ ચિતરાવવા મોટે ભાગે ૧૪-૩૫ વર્ષની વચ્ચેની ઉંમરનાં લોકો આવે છે. દાંત પરનું ટેટૂ બે રીતે ચિતરાવાય છે, એક કાયમ માટે અને બીજું થોડા સમય પૂરતું. આમ કરવા પાછળનો ખર્ચ ૧૦ થી ૧૫ હજાર રૂપિયા સુધીનો થાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Life Style