મુંબઈ- સ્વાભાવિક રીતે પાતળા દેખાવાની ઈચ્છા દરેકની હોય છે. મેદસ્વીપણાથી છુટકારો મળતા સમય નિકળી જાય છે પરંતુ અનેક સરળ રસ્તાઓ છે પાકૃતિક પાતળા દેખાવાના જે અહીં અમે રજૂ કરીએ છીએ.
૧) તમે તે તમામ વસ્તુઓ ખાઈ શકો છો જે તમને ભાવે છે પરંતુ તેનાં માટે વિકલ્પ પસંદ કરો. એટલે કે ચરબીયુક્ત ખોરાકની સાથે ક્યારેક જ્યુસ, ફળો અને લીલા શાકભાજીનો ઉપયોગ કરો.
૨) ઓછી માત્રામાં ખોરાક લો અને ચાવી ચાવીને ખાઓ. થાળીભરીને જમવાનું ટાળો.
૩) ઉભા રહીને, કામ કરતા સમયે, ગાડી ચલાવતા સમયે કે હરતા ફરતા ન જમો.
૪) મોટી થાળીની જગ્યાએ નાની થાળી કે પ્લેટમાં જમવાનો લો.
૫) સૌથી મહત્વની વાત બહારનું જમવાનું ટાળો. જંકફૂડ જેવી વાનગીઓને આરોગવાથી સ્વાસ્થ્ય સંબધિત રોગ થવાની શક્યતા તો છે જ સાથે શરીરને વધારવામાં પણ તે મહત્વનો ભાગ ભજવી શકે છે.
આ અમુક રસ્તાઓ છે જેનાં દ્વારા જાડાપણું ધરાવતા લોકો આનાથી રાહત મેળવી શકે છે.



















