મહિલાઓ લાઈફમાં જો કોઈ વસ્તુને અગ્રીમતા આપતી હોય તો તે છે, મેક-અપ. આ અમે નથી કહેતા, પણ સર્વેના નિષ્ણાતો કહે છે.
મહિલાઓ પોતાનાં જીવનકાળ દરમિયાન મેક-અપ પાછળ 40 કે 50 નહીં, પરંતુ ખર્ચ કરે છે, પુરા એક લાખ પાઉન્ડ… નવાઈ લાગીને વાંચીને! જી હા, આ કહેવું છે, બ્રિટનના નિષ્ણાતોનું. એક લાખ પાઉન્ડને જો ભારતીય રકમમાં કન્વર્ટ કરીએ તો 86 લાખ રૂપિયા કરતા પણ વધુનો આંક પહોંચે.
અભ્યાસ મુજબ બ્રિટનમાં પ્રત્યેક વયસ્ક મહિલા મેક-અપ પાછળ વર્ષ દરમિયાન 2,000 પાઉન્ડ અને દર અઠવાડિયે અંદાજે 40 પાઉન્ડ ખર્ચ કરે છે.
દર 3માંથી 1 મહિલા મેક-અપ વગર ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતી.
57 ટકા મહિલાઓનું કહેવું છે કે તેઓ પોતાના પાર્ટનર સાથે ક્યારેય મેક-અપ વગર બહાર નથી જતી.
આ અભ્યાસમાં 2200 મહિલાઓને સામેલ કરાઈ હતી. જેમાં બે તૃતિયાંશ મહિલાઓએ જણાવ્યું કે તેમના મેક-અપ કલેક્શનને હટાવવામાં 550 પાઉન્ડનો ખર્ચ આવશે જ્યારે 10માંથી એક મહિલાએ કહ્યું કે આ ખર્ચ 700 પાઉન્ડ સુધી આવી શકે છે.



















