આર્થર રોડ જેલમાં અજમલ કસાબનો માંસાહારી ખોરાક બંધ થઇ ગયો

આર્થર રોડમાં રાખવામાં આવેલા ખૂંખાર ત્રાસવાદી અજમલ કસાબનો માંસાહારી ખોરાક બંધ થઇ ગયો છે અને હવે એને જેલના અન્ય કેદીઓ માટે રાંધવામાં આવે જ શાકાહારી ખોરાક મળે છે.
અગાઉ આર્થર રોડ જેલમાં છ પોલીસ કર્મચારીઓ રસોઇયા તરીકે કામ કરતા હતા અને તેઓ ક્યારેક માંસાહારી ખોરાક બનાવતા હતા, પરંતુ પોલીસે એ સામે વાંધો લીધો અને એમને આર્થર રોડ જેલમાંથી હટાવી લેવામાં આવ્યા હતા.
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જેલમાં હવે માંસાહારી ખોરાક પર મનાઇ હોવાથી કસાબને માત્ર શાકાહારી ખોરાક જ મળે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news