મહારાષ્ટ્ર હાઉિસંગ એન્ડ એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) ફરી એક વાર મુંબઇ તથા મીરા રોડમાં સસ્તા ભાવના મકાનો વેચવા લોટરી કાઢશે. મુંબઇમાં પવઇ, કુર્લા, સાયન, કોલીવાડા, ચારકોપ અને માલવણીમાં ફ્લેટ્સ ઉપલબ્ધ કરાશે, જ્યારે મીરા રોડમાં ફક્ત લો ઇન્કમ ગૃપ માટે 1,726 ફ્લેટ્સ ઉપલબ્ધ કરાશે.
લોટરીનો ડ્રો 31મી મેના રોજ યોજાશે અને ફોર્મ્સ 3જી મેથી 19મી મે સુધી ઉપલબ્ધ થશે. મ્હાડાના ફ્લેટ્સ માટેના ફોર્મ્સ 21મી મે સુધી ઓન લાઇન ભરી શકાશે.
મુંબઇમાં જે ફ્લેટ્સ ઉપલબ્ધ કરાશે એમાંના 234 મિડલ ઇન્કમ ગૃપ માટેના (માસિક આવક 20,000 થી 40,000 રૂપિયા) અને 172 ફ્લેટ્સ હાયર ઇન્કમ ગૃપ માટે (માસિક આવક 40,000 કે એથી વધુ) માટે હશે.
મ્હાડા ફરીવાર લોટરી દ્વારા સસ્તાં ભાવના ફ્લેટ્સ વેચશેઃ 31મી મેએ ડ્રો યોજાશે
Filed in: MUMBAI news



















