મ્હાડાના એક અધિકારની 200 કરોડ રૂપિયાની અસ્ક્યામતો ધરાવવા માટે તપાસ ચાલી રહી છે એમ ગૃહ પ્રધાન આર. આર. પાટીલે મહારાષ્ટ્ર વિધાનસભામાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે મ્હાડાના ડેપ્યુટિ કલેક્ટર નીતેશ ઠાકુર પોતાના ભાઇના નામે રિયલ એસ્ટેટનો ધંધો ચલાવતા હતા. ઇન્કમ ટેક્સના એક અહેવાલમાં એવી માહિતિ આપવામાં આવી છે કે શાપુરજી પાલનજી મિસ્ત્રી ગૃપે નીતેશના ભાઇ નીલેશ ઠાકુરને 75 કરોડ રૂપિયા ચુકવ્યા હતા.
નીતેશ ઠાકુરની થોડા સમય પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી.
મ્હાડાના અધિકારી પાસે 200 કરોડ રૂપિયાની અસ્ક્યામતો ક્યાંથી આવી?
Filed in: MUMBAI news



















