મુંબઈ – મહાનગરમાં સ્કૂલબસના ભાડામાં ટૂંક સમયમાં વધારો થવાનો છે. મોટે ભાગે આવતી ૧ ઓક્ટોબરથી જ આ ભાડાવધારો લાગુ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભાડામાં માસિક ૩૦ થી ૩૫ રૂપિયા વધી જશે.
કેન્દ્ર સરકારે ગુરુવારે ડિઝલના ભાવમાં લીટર દીઠ પાંચ રૂપિયાનો વધારો ઝીંકી દેતા સ્કૂલબસના ભાડામાં વધારો કરવાનું અનિવાર્ય બન્યું છે, એવું સ્કૂલ બસ માલિકોના એસોસિએશનના અધ્યક્ષ અનિલ ગર્ગનું કહેવું છે.



















