૧૨ને બદલે ૨૭ રૂપિયા મિનિમમ ભાડું માગે છે મુંબઈના રીક્ષાવાળાઓ

મુંબઈ – આ મહાનગરના ઓટોરીક્ષાવાળાઓના યુનિયન મુંબઈ ઓટોરીક્ષામેન યુનિયનના લીડર શરદ રાવનું કહેવું છે કે તેમના યુનિયને હાથ ધરેલા એક સર્વેક્ષણ મુજબ રીક્ષાઓ માટેનું મિનિમમ ભાડું ૧.૬ કિ.મી. માટે ૨૭ રૂપિયા હોવું જોઈએ જે હાલ ૧૨ રૂપિયા છે.

મુંબઈમાં બહુમતી રીક્ષાવાળાઓ એમએયુના સભ્યો છે.

યુનિયનનું કહેવું છે કે અમે રીક્ષા ડ્રાઈવરોને રોજિંદા થતા ખર્ચ અને આવક અંગે બે-દિવસનો એક સર્વે કર્યો હતો. તે અનુસાર, ડ્રાઈવરની શિફ્ટ પૈકી કુલ કમાણી રૂ. ૫૦૦ જેટલી છે. એમાંથી ડ્રાઈવરે ૨૦૦ રૂપિયા રીક્ષાના ભાડા પેટે ચૂકવવા પડે છે, ૧૨૦ રૂપિયા ફ્યુઅલના ખર્ચવા પડે અને બીજા ૫૦ રૂપિયા દિવસભરમાં પોતાના ભોજન અને ખાણીપીણી માટે ખર્ચે. આમ, વાસ્તવમાં, રીક્ષા ડ્રાઈવરોની દિવસની નેટ કમાણી માત્ર ૧૩૦ રૂપિયા છે. મહિનામાં તેઓ પાંચ દિવસની રજા લેતા હોય છે. આમ, બધું મળી તેમની મહિનાની આવક રૂ. ૩૨૫૦ થાય. હાલને તબક્કે જીવનનિર્વાહ માટેના ખર્ચનો ઈન્ડેક્સ ૨૪,૦૦૦ પોઈન્ટ છે જે માટે ભોજન માટેના ખર્ચ પેટે ઓછામાં ઓછા રૂ. ૧૨,૦૦૦ની કમાણી આવશ્યક છે.

શરદ રાવ કહે છે કે, શાકભાજી, ખાદ્યપદાર્થો માટેનો ખર્ચ, ઘર-ખર્ચમાં અનેકગણો વધારો થયો છે. તેની સરખામણીમાં રીક્ષાચાલકોની કમાણી ઘણી ઓછી છે.

પરમીટ હોલ્ડરોમાંના ૨૫ ટકાની પોતાની માલિકીની રીક્ષાઓ છે જ્યારે અન્યોએ તેમની રીક્ષા ડ્રાઈવરોને ભાડા પર આપેલી છે. અને આવા ૭૫ ટકા રીક્ષાડ્રાઈવરો રૂ. ૩૨૫૦ની માસિક આવકમાં તેમના પરિવારનું ભરણપોષણ કરી શકે નહીં.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news