મુંબઈમાં ટીવી સિરિયલના સેટ પર આગ લાગી

FireMumમુંબઈ- મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલા એસજે સ્ટુડિયોમાં સોમવારની રાત્રે ભીષણ આગ લાગી હતી. લગભગ એક કલાકની મહેનત બાદ આગને કાબુમાં લઈ શકાઈ હતી. જે સમયે સ્ટુડિયોમાં આગ લાગી હતી, તે સમયે અહીં સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે. આગને કારણે લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની મહેનતને કારણે આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. ૪ વોટર ટેન્કર અને ૪ ફાયર ફાઈટરી મદદથી આગને કાબુમાં લેવાઈ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. હાલ પ્રારંભિક તપાસ કરાઈ રહી છે.

Filed in: MUMBAI news


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”