મુંબઈમાં ચોમાસું વહેલું બેસશે? પાંચ જૂને વરસાદની આગાહી

મુંબઈ – હવામાન વિભાગની આગાહી મુજબ, મુંબઈમાં આ ચોમાસામાં પહેલો વરસાદ પાંચ જૂને પડશે. મુંબઈમાં સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું ૧૦ જૂનથી બેસતું હોય છે.

હવામાન કચેરીએ એમ પણ કહ્યું છે કે ઓગસ્ટના બીજા પખવાડિયામાં શહેરમાં મુસળધાર વરસાદ પડવાની શક્યતા છે. તેને લીધે મુંબઈગરાઓને કુદરતી આફતની આગોતરી જાણકારી મળી શકે તે માટે મહાનગરપાલિકાની ઈમરજન્સી યંત્રણા સજ્જ કરી દેવામાં આવી છે.

મુંબઈમાં ૨૦૦૫ની ૨૬ જુલાઈએ અનરાધાર વરસાદને લીધે પૂરની જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેનું પુનરાવર્તન ન થાય અને નાગરિકોને એવા વરસાદ અંગે પૂર્વસૂચના આપી શકાય તે માટે મહાનગરપાલિકાએ આપાતકાલીન યંત્રણા સજ્જ કરી છે.

હવામાન વિભાગે ઓટોમેટિક વેધર સ્ટેશન (એડબલ્યુએસ)માંના યંત્રોને અપગ્રેડ કરવામાં આવ્યા છે.

આવા ૩૫ યંત્રોની સંખ્યા વધારીને હવે ૬૧ કરવામાં આવી છે. તેનો લાભ ચાર કિલોમીટર સુધીના વિસ્તારના નાગરિકોને મળશે. અત્યાર સુધી બે સ્ટેશનનું અંતર ૧૦ કિ.મી. હતું. આ સ્ટેશનમાંથી નાગરિકોને મુશળધાર વરસાદ, વાદળ ફાટવા, ભૂકંપ, વાવાઝોડું જેવી કુદરતી આફતોની માહિતી માત્ર ૧૫ મિનિટમાં જ પહોંચાડી શકાશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news