મુંબઈ – આ શહેરમાં મહાનગરપાલિકાની માન્યતા વિના આશરે ૩૪ પ્રાથમિક શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તમામ શાળાઓની તપાસ કરાવીને પાલિકાતંત્રે તેમને ગેરકાયદેસર ઘોષિત કરી છે.
આ ૩૪ ગેરકાયદેસર શાળાઓ પૈકી ૨૯ અંગ્રેજી માધ્યમની શાળાઓ છે.
આ શાળાઓને ગેરકાયદેસર ઘોષિત કરાતા તેમાં ભણતા બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે તેની પણ પાલિકાતંત્રે આવશ્યક તકેદારી લીધી છે.
પ્રાથમિક શિક્ષણ પાલિકાનું કર્તવ્ય હોઈ તેની માન્યતા કે પરવાનગી ન મેળવીને તે શરૂ કરી દેવાયેલી શાળાઓમાં ૧-૪ ધોરણોમાં પોતાના સંતાનોને દાખલ ન કરવાની ચેતવણી પણ પાલિકાતંત્રે વાલીઓને આપી છે.



















