મુંબઈ – સરકાર હસ્તકની એમએમઆરડીએ સંસ્થાએ મુંબઈમાં અનેક સ્કાયવોક બાંધીને લોકોને રાહત આપી છે, પણ આ સ્કાયવોક પર જાહેરખબરો મૂકવા માટે કંપનીઓ તૈયાર થતી નથી.
જાહેરખબરો મૂકવા માટે છ વખત ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હોવા છતાં કંપનીઓ તરફથી પ્રતિસાદ મળતો નથી.
એક અંદાજ મુજબ, ઓથોરિટીએ જે સ્કાયવોક બનાવ્યા છે તેનો ઉપયોગ માત્ર પાંચ ટકા જનતા જ કરે છે. બાકીના લોકો રસ્તાઓ પર ચાલે છે અથવા ફૂટપાથો પર ચાલે છે.
બાન્દ્રામાં બાંધવામાં આવેલા સ્કાયવોક પર જાહેરખબરો મૂકવા માટે ઓથોરિટીએ ટેન્ડર બહાર પાડ્યું હતું, પણ ખાસ કોઈ કંપનીઓ આગળ આવી નહોતી. જે આગળ આવી તેણે અમુક શરતો રાખી જે ઓથોરિટીને માન્ય નહોતી.



















