મુંબઈ – મહારાષ્ટ્રમાં બુધવારે દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધારે સારું પરિણામ કોંકણ વિભાગનું આવ્યું છે – ૯૩.૯૪ ટકા.
મુંબઈ વિભાગનું પરિણામ ૮૮.૯૪ ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ લાતુર વિભાગનું આવ્યું છે – ૬૯.૦૧ ટકા.
બારમા ધોરણની માફક એસએસસીના પરિણામમાં પણ છોકરાઓ કરતા છોકરીઓ બાજી મારી ગઈ છે.
સમગ્ર રાજ્યમાં સરેરાશ પરિણામ ૮૧.૩૨ ટકા આવ્યું છે.
મુંબઈમાં ૯૦ કે તેથી વધારે ટકા મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે ૭૪૫૯. ૮૫-૯૦ ટકા મેળવનારાઓની સંખ્યા છે ૧૩,૯૪૩, ૮૦-૮૫ ટકા મેળવનારાઓ છે ૧૯,૬૩૮, ૭૫-૮૦ ટકા મેળવનારાઓ છે ૨૩,૩૭૪, ૭૦-૭૫ ટકા મેળવનારાઓ છે ૨૮,૫૫૫, ૬૫-૭૦ ટકા મેળવનારાઓ છે ૩૧,૬૮૩. જ્યારે ૬૦-૬૫ ટકા મેળવનારાઓની સંખ્યા છે ૪૦,૭૩૪.
બૃહદ મુંબઈમાં ૩૪૭૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી ૭૫૩૮ને ડિસ્ટીન્ક્શન મળ્યું છે. મુંબઈ (સબર્બન-1)માં ૬૬૩૭૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૧૬૨૭૫ જણે ડિસ્ટીન્ક્શન મેળવ્યું છે જ્યારે મુંબઈ (સબર્બન-2)માં ૪૬૧૧૧ વિદ્યાર્થીઓમાંથી ૯૩૩૯ જણને ડિસ્ટીન્ક્શન મળ્યું છે.



















