મુંબઈ – અહીંથી નજીક મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સોમવારે સતત બીજા દિવસે એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મરણ નિપજ્યા છે.
કમનસીબ ઈંડિગો કાર પૂલ પર લોખંડની રેલિંગને તોડીને નાળામાં પડતા તેમાં પ્રવાસ કરતા વસંત પોપટલાલ ગાંધી (૭૫), એમના પત્ની સરોજિની ગાંધી (૭૦), ભાઈ જિતેન્દ્ર પોપટલાલ ગાંધી (૫૨) અને કાર ડ્રાઈવર મરાઠેનું ડૂબી જવાથી મરણ થયું છે. જ્યારે જયશ્રી જિતેન્દ્ર ગાંધી (૫૦) ગંભીર રીતે ઘાયલ થયા છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ તમામ થાણે જિલ્લાના શહાપુરના રહેવાસી હતા.
નાળામાં પડેલી કારને બહાર કાઢવા માટે ડેલ્ટા ફોર્સની મદદ માગવામાં આવી હતી. ડેલ્ટા ફોર્સના વાહનને પૂલ પાસે એક ધસમસતી આવેલી કારે જોરદાર ટક્કર મારતા ત્રણ જણ ઘાયલ થયા હતા. એમાંના એક જણની હાલત ગંભીર છે.



















