પાકિસ્તાન ઉપર હુમલો કરે ભારત: શિવસેના

મુંબઈ- ૮ જાન્યુઆરીએ મંગળવારે થયેલા પૂંચ હૂમલા અને પાકિસ્તાનની દગાખોરીથી ખિન્ન થયેલ શિવસેનાએ આજે ગુરૂવારે પોતાનાં મુખપત્ર ‘સામના’માં માંગ કરી છે કે, ભારત સરકાર પાકિસ્તાન પર હુમલો કરે.

સામનાનાં તંત્રીલેખમાં લખાયું છે કે પાકિસ્તાને ભારતને પડકાર ફેંક્યો છે અને તે પડકારને ભારત સ્વિકારે અને પાકિસ્તાનને નમતુ દેખાડે, શિવસેનાએ કહ્યું છે કે, “આ એક એવું કૃત્ય છે જેને સાંભળીને આખા દેશે તરત જ ઉભા થવુ જોઈએ અને જય હિન્દનાં સુત્રોચ્ચાર સાથે સીધા પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ. ”

શિવસેનાએ ભારતનાં સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટની પર નિશાન તાકતા સરકારને પુછ્યું છે કે, પરમાણુ બોમ્બ અને લડાયક વિમાન શું કામના છે?

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news