અભિનેતા સનિલ સોઢીની ન્યૂડ તસ્વીરો મોકલવા બદલ ધરપકડ

મુંબઈ- ગઈકાલે સોમવારે પોલીસે પોતાની ન્યુડ એટલે કે નગ્ન ફોટા મોકલવા તેમજ અશ્લિલ મેસેજ કરી એક પરણિત મહિલાને હેરાન કરવાનાં આરોપમાં અભિનેતા સનિલ સોઢીની ધરપકડ કરી છે. સનિલે મેસેજ અને ફોટો પોતાનાં બ્લેકબેરી મેસેન્જર દ્વારા મોકલ્યા હતા. સોઢી વિરૂદ્ધ આઈપીસી કલમ ૫૦૯ અને આઈટી એક્ટ અંતર્ગત કલમ ૬૭ હેઠળ કેસ દાખલ કરાયો છે.

આ મહિલા આરોપી એક્ટરની મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. સોઢી હાલમાં કુંવારો છે અને તે અંધેરી(વેસ્ટ)નાં વર્સોવામાં રહે છે. પોલીસ સુત્રોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ અભિનેતાની આર્થિક હાલત તંગ હતી આથી તે આવા ફોટા મોકલીને પોતાનો પ્રચાર કરતો હતો ઉપરાંત તે મહિલાઓને હેરાન કરતો હતો, પોલીસ એ પણ શોધી રહી છે કે ક્યાંક તે દેહ વેપારમાં શામેલ હતો કે નહીં.

ઉલ્લેખનીય છે કે, સોઢીએ ગુલઝારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હુ-તુ-તુ’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી અને તબ્બુએ મુખ્ય ભૂમિકા ભજવી છે. સોઢીએ ગોવિંદ નિહલાનીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ’1084 કી મા’માં પણ કામ કર્યું છે. આ ફિલ્મમમાં નંદિતા દાસ અને જયા બચ્ચને પણ કામ કર્યું હતું. ઉપરાંત સોઢીએ સુભાષ સહગલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પ્યાર કોઈ ખેલ નહીં’માં કામ કર્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news