મુંબઈ – શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉધ્ધવ ઠાકરે એમના પિતા અને પાર્ટીના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની આજે બુધવારે જન્મજયંતિના દિને પક્ષના પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અહીં દાદરસ્થિત પક્ષના મુખ્યાલય, શિવસેના ભવન ખાતે આયોજિત પક્ષની કારોબારી સમિતિની બેઠકમાં ઉધ્ધવને પક્ષપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પક્ષના નેતા ગજાનન કીર્તિકરે પ્રમુખપદ માટે ઉધ્ધવના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને દિવાકર રાવતેએ ટેકો આપ્યો હતો.
ઉધ્ધવ ઠાકરેએ પક્ષના પ્રમુખની જવાબદારી સ્વીકારી લીધાની ઘોષણા કરાયા બાદ સેનાભવનની બહાર એકત્ર થયેલા સેંકડો કાર્યકર્તાઓએ જયઘોષ કર્યો હતો.



















