મુંબઈ – કુખ્યાત ગુનેગાર વિજય પલાંડે, તેની એક્ટ્રેસ પત્ની સિમરન સુદ અને ગેંગસ્ટર સંતોષ શેટ્ટીએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને દિલ્હીમાં એક જ એજન્ટ દ્વારા પાસપોર્ટ મેળવ્યો હતો.
પલાંડેએ ૨૦૧૦માં દિલ્હીમાં બોગસ સરનામા પર પાસપોર્ટ મેળવ્યો હોવાનું બહાર આવ્યા બાદ તેની પત્ની સિમરનનો પાસપોર્ટ પર બોગસ હોવાનું સ્પષ્ટ થયું છે.
પોલીસે આ બાબતમાં વધારે તપાસ આદરી છે.
અરૂણકુમાર ટિક્કુ અને ક્રિકેટ બુકી કરણ કક્કડની હત્યાના કેસના આરોપી પલાંડેનો પાસપોર્ટ દિલ્હીના બોગસ સરનામે મેળવાયો હોવાનું માલૂમ પડ્યા બાદ પોલીસે સિમરન (જેનું સાચું નામ સીમા દુસજ છે) તેનાં પાસપોર્ટ અંગે પણ તપાસ કરી હતી તો તે પણ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. તેણે પાસપોર્ટ માટે નવી દિલ્હીના દિલશાદનગરનું સરનામું આપ્યું હતું, પણ એ સરનામું ખોટું હોવાનું માલૂમ પડ્યું છે.
હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પેલા એજન્ટને શોધી રહી છે. દિલ્હી પાસપોર્ટ ઓફિસમાંથી તેણે એના વિશે થોડીક વિગતો મેળવી છે.



















