નવી દિલ્હી- ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨માં દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કારનો ભોગ બનેલ પીડિત યુવતી જો આજે જીવતી હોત તો તે ખુશીથી ઉછળી પડત. ફિઝિયોથેરપીની વિદ્યાર્થિની તરીકે તેણે દિલ્હીથી આવતા પહેલા જે છેલ્લી પરીક્ષા આપી હતી તેમાં તેણે ૭૩ ટકા મેળવ્યા છે. ૨૩ વર્ષની ગેંગરેપ પીડિત યુવતી દહેરાદૂનની સંસ્થામાં ચાર વર્ષથી અભ્યાસ કરી રહી હતી તેનાં શિક્ષકોએ જણાવ્યું કે તે ભણવામાં જબરદસ્ત હોંશિયાર હતી.
પીડિતાનાં માતા-પિતા પાસે જ્યારે આ પરિણામ વિશે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, “રિઝલ્ટ તો ઘણું સારૂ છે, પરંતુ અમે આ ખુશી કોની સાથે વહેંચીએ?”
પીડિત યુવતીએ જે પરિણામ મેળવ્યું છે તે વિષયોનાં માર્ક્સ જોઈએ તો., પીડિત યુવતીએ ફિઝિયોથેરપી અર્થોપેડિક્સમાં ૨૦૦માંથી ૧૨૪, ફિઝિયોથેરપી ન્યૂરોલોજીમાં ૨૦૦માંથી ૧૪૪, બાયો સ્ટેટિક્સમાં ૧૦૦માંથી ૭૪ અને ક્લિનિકલ પ્રોજેક્ટમાં ૨૦૦માંથી ૧૬૦ માર્ક્સ મેળવ્યા છે.



















