દિલ્હીમાં ગૃહ મંત્રાલયની ઓફિસમાં આગ લાગી, અંકુશમાં આવી ગઈ

નવી દિલ્હી – અહીં અત્યંત સંવેદનશીલ વિસ્તાર નોર્થ બ્લોકસ્થિત ગૃહ મંત્રાલયની ઓફિસમાં રવિવારે બપોરે આગ લાગી હતી. અગ્નિશામક દળના ૧૦ ફાયર એન્જિસન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જવાનો આગ પર કાબૂ મેળવવામાં સફળ થયા હતા.

રવિવાર હોવાથી ઓફિસમાં કર્મચારીઓ હાજર નહોતા.

મંત્રાલયના સુરક્ષા અધિકારીઓએ આગને બુઝાવવા પોતાની રીતે પ્રયાસો ચાલુ કર્યા તે પહેલા અગ્નિશામક દળને જાણ કરી દીધી હતી.

આગ ઓફિસના બીજા માળ પર લાગી હતી.

ઓફિસમાં અનેક સંવેદનશીલ, મહત્વના દસ્તાવેજો હોઈ આગ ઘણી ખતરનાક હતી.

આગને કારણે થયેલા નુકસાનીનો અંદાજ હજી કાઢવામાં આવી રહ્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: National news