મેલબોર્ન – અહીં ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં શુક્રવારે ભારત અને શ્રીલંકા, બંને માટે અતિ મહત્વની અને છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને ૯ હરાવી દીધું છે.
આ જીત સાથે શ્રીલંકાએ સિરીઝની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે જ્યાં તે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ટીમ ઈન્ડિયા આઉટ થઈ ગઈ છે.
શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૨૩૮ રન કર્યા બાદ ઓસ્ટ્રેલિયાને ૪૯.૧ ઓવરમાં ૨૨૯ રનમાં ઓલઆઉટ કરી દીધું છે.
જીત મેળવી લીધા બાદ લંકાના ક્રિકેટરો આનંદવિભોર થઈ ગયા હતા અને એકબીજાને અભિનંદન આપ્યા હતા.
શ્રીલંકાને હરાવવા માટે ઓસ્ટ્રેલિયા તથા ભારત માટે આશા બની રહ્યો હતો બેટ્સમેન ડેવીડ હતી. ઓસ્ટ્રેલિયાને જીત માટે છેલ્લી ઓવરમાં ૧૦ રન કરવાના હતા. ૪૯મી ઓવરના આરંભે તે ૭૪ બોલમાં ૭૪ રન સાથે દાવમાં હતો, પણ ૫૦મી ઓવરના પહેલા જ બોલે તે નુવન કુલસેકરાની બોલિંગમાં દિલ્શાનના હાથમાં ઝીલાઈ જતા શ્રીલંકાએ જીત મેળવી લીધી.
ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચે બેસ્ટ-ઓફ-થ્રી ફાઈનલ્સની પહેલી મેચ ચોથી માર્ચે રમાશે.
ઓસ્ટ્રેલિયાએ તેની પાંચ વિકેટ માત્ર ૧૪૦ રનમાં પાંચ વિકેટ ખોઈ દીધી હતી.
તેનો આધારસ્તંભ બેટ્સમેન શેન વોટસન ૬૫ રન કરીને આઉટ થયા બાદ ટીમને જિતાડવાનો ભાર ડેવીડ હસીએ પોતાના ખભે લીધો હતો.
કામચલાઉ કેપ્ટન વોટસન અને ડેવીડ હસીના સ્કોરને બાદ કરતા ઓસ્ટ્રેલિયાનો બીજો કોઈ બેટ્સમેન પ્રભાવ પાડી શક્યો નહોતો. વિકેટકીપર અને ઓપનર મેથ્યૂ વેડ નવ રન, ડેવિડ વોર્નર ૬, પીટર ફોરેસ્ટ બે, માઈકલ હસી ૨૯, ડેનિયલ ક્રિસ્ટીયન ૩, જેમ્સ પેટીન્સન ૧૨, ક્લીન્ટ મેકે ૬ અને ઝેવિયર ડુહર્ટીએ ૭ રન કર્યા હતા.
અગાઉ, શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્દનેએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ તેના દાવમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિયલ ક્રિસ્ટિયને હેટ-ટ્રિક ઝડપી હતી. તેણે ૯ ઓવરમાં ૩૧ રનમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે અન્ય ફાસ્ટ બોલર જેમ્સ પેટીન્સને ૫૧ રનમાં ચાર વિકેટ લઈને તેને ટેકો પૂરો પાડ્યો હતો.
શ્રીલંકાના દાવમાં ત્રણ હાફ સેન્ચૂરી થઈ. કુમાર સાંગકારાએ કર્યા ૬૪ રન, ચાંદીમલે ૭૫ તો લાહિરુ થિરીમાનેએ ૫૧ રનનું યોગદાન આપ્યું.



















