ચેન્નઈ – મહેન્દ્ર સિંહ ધોનીએ કબૂલ કર્યું છે કે સોમવારની મેચમાં તેની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયેલો પરાજય આઈપીએલ-5માં વિજેતાપદ હાંસલ કરવાની તેની આશાને મોટા ફટકાસમાન છે.
ધોનીએ એમ પણ કહ્યું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચે અમને યારી ન આપી.
‘અમારો માઈકલ હસી સારું રમતો હતો, પણ રનઆઉટ થઈ ગયો. અમને પીચ માફક આવી નહીં. અમારી ટીમમાં ભારે ફટકાબાજ બેટ્સમેનો છે, પણ આ પીચ પર તેઓ સ્ટ્રોક્સ મારવામાં સફળ ન થાય,’ એમ ધોનીએ કહ્યું.
‘બોલરો પણ પહેલી છ ઓવરમાં બ્રેન્ડન મેકુલમ ઉપરાંત કોલકાતાની વધુ વિકેટો પાડવામાં સફળ ન થયા તે પણ પરાજય માટે કારણરૂપ છે,’ એમ ધોની કહે છે.



















